[ahmedabad] - નવા વાડજમાં વલ્લભ ચેરિટેબલ ટ્રસ્ટનું યમુનાજી 1008 લોટીજી મહોત્સવ

  |   Ahmedabadnews

નવાવાડજમાં વલ્લભ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યમુનાજી 1008 લોટીજી મહોત્સવ તથા યમુના ગુણગાન મહોત્સવનુ આયોજન વૈષ્ણવાચાર્ય ગોસ્વામી કુંજેશકુમારજી(કડી)ની અધ્યક્ષતા કરવામાં આવ્યું છે. મહોત્સવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વૈષ્ણવ ભગુભાઈ પટેલને ત્યાથી 1008 લોટીજી સાથે વાજતે ગાજતે બેન્ડબાજા બગ્ગી સાથે નીકળશે. તમેજ 1008 ભક્તોના ધરે યમુનાજીના લોટીજી પુજ્ય કુંજેશકુમારજીના હસ્તે પધરાવામા આવશે.

મહારાજણા જણાવ્યા અનુસાર કે યમુનાજીના લોટીજી વ્રજ મંડળમા ઠકુરાણી ધાટ શ્રીમદ્ ગોકુળથી યમુનાજી જળ ભરીને સુદર સંપૂર્ણ વ્યવસ્થા કરી પવિત્રતાની કાળજી રાખી કંતાન બાધીને અપરસમા વ્રજ માંથી અમદાવાદ મહોત્સવમાં પધરાવામાં આવ્યા છે.શ્રી યમુના ગુનગાન મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વલ્લભીય વ્રજયાત્રા 2019માં સમસ્ત વૈષ્ણવોને જોડાવા માટેનું આહવાન પણ કરવામાં આવ્યુ છે.વ્રજયાત્રાનુ ભવ્ય કાર્યાલય કથામૃતના મંડપમાં બનાવામાં આવશે. જેમા ભક્તોને વ્રજયાત્રાની ઝલક નીહાળવા મળશે.આ ત્રણ દિવસ દરમિયાન સમસ્ત વૈષ્ણવ ભક્તો જે મહોત્સવમાં આવશે તેમને માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા કથામૃતમાં બેસવા માટે સુખ સગવડતાને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવ્યું છે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PBXfMAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬