[ahmedabad] - રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા તંત્રની તપાસ કરશે

  |   Ahmedabadnews

આંતરરાજ્ય બાળ તસ્કરી કેસમાં મેનકા ગાંધીએ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ કમિશનને તપાસ સોંપી છે. બાળ તસ્કરી કેસમાં હવે અલીરાજપુરની બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા સંચાલકની ભૂમિકાની તપાસ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ કમિશન (એનસીપીસીઆર) કરશે. આ મામલે અલીરાજપુરના ક્લેકટરની ભૂમિકા પર સવાલ ઊભા થયા છે. ત્યારે બાળ કલ્યાણ સમિતિના સભ્યોએ રાજીનામું પાછું ખંેચી કામ શરૂ કરી દીધું છે. અલીરાજપુરની બાળ કલ્યાણ સમિતિના નિર્ણયોને લઇને સ્પષ્ટતા ના હોવાને કારણે ભોપાલની આવાઝ નામની એન.જી.ઓએ રાષ્ટ્રીય બાળ અધિકાર અને મહિલા

...અનુસંધાન પાના નં.6

બાળ વિકાસ વિભાગને આ વિષય પર પત્ર લખ્યો હતો. ફરિયાદમાં જણાવ્યું હતું કે બાળકોના હિતના ઓઠા હેઠળ બાળકોને ફરીથી આરોપીઓને સોંપવાનો નિર્ણય બાળ ક્લ્યાણ સમિતિએ કર્યો હતો. જે ફૉસ્ટર કેયરના નિયમોની વિરૂધ્ધ છે. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અલીરાજપુરની બાળ કલ્યાણ સમિતિના એક સભ્યે રાજીનામુ નહોતું આપ્યું તે છતા સમિતિની કામગીરી તેને સોંપ્યા વગર જિલ્લા કલેકટરે બીજા જ જિલ્લાની સમિતિને ચાર્જ સોંપ્યો હતો....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/YYVTRwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬