[amreli] - ખડક ચઢાણ અંગેનો 10 દિવસીય તાલીમ કેમ્પ યોજાશે

  |   Amrelinews

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ચાલતી જિલ્લા યુવા સંયોજક નહેરૂ યુવા કેન્દ્ર, જૂનાગઢ કચેરી દ્વારા એડવેન્ચર નિવાસી 10 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. 21 થી 30 ડિસેમ્બર દરમીયાન આ શિબીર યોજાશે.શિબીર પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર લાખાકોઠા ભવનાથ ખાતે રાખવામાં આવી છે. શિબીરમાં તાલીમાર્થીઓને બેઝિક રોક કલાઇમ્બીંગ કોર્ષની તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને પર્વત પર ચઢવું અને ઉતરવાની તાલીમ આપવામાં આવશે. ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, દિવ,પોરબંદર, દાહોદ, ગોધરાના મળી કુલ 10 જિલ્લાના 50 ભાઇઓ - બહેનો આ તાલીમ શિબીરમાં જોડાયા છે. આ શિબીરનું ઉદ્ધાટન આગામી 23 ડિસેમ્બરના રોજ કરવામાં આવનાર છે. આ શિબીરને સફળ બનાવવા નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજક દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ખડક ચઢાણની તાલીમને લઇને યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/jDZaPQAA

📲 Get Amreli News on Whatsapp 💬