[amreli] - નવા આગરીયા પાસે બાઇક - કન્ટેઇનર વચ્ચે અકસ્માત, પુત્રની નજર સામે જ પિતાનંુ મોત

  |   Amrelinews

રાજુલા સાવરકુંડલા માર્ગ પર નવા આગરીયા ગામ નજીક બાઇક અને કન્ટેઇનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પુત્રની નજર સામે પિતાનુ મોત નિપજયું હતુ. જયારે પુત્રને ગંભીર હાલતમા સારવાર માટે મહુવા દવાખાને ખસેડાયો હતો. ઘટનાને પગલે દલિત સમાજમા ગમગીની ફેલાઇ હતી. ઘટનાને પગલે રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થળ પર દોડી જઇ કન્ટેનર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

બાઇક અને કન્ટેઇનર વચ્ચે અકસ્માતની આ ઘટના રાજુલાના નવા આગરીયા ગામ નજીક બની હતી.

સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર રાજુલામા રહેતા પિતા પુત્ર પોતાનુ બાઇક લઇ અહીથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા કન્ટેઇનરના ચાલકે અકસ્માત સર્જતા ઉકાભાઇ પાતાભાઇ જોગદીયાને ગંભીર ઇજા પહોંચતા તેનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tYBVFwAA

📲 Get Amreli News on Whatsapp 💬