[amreli] - સૈારાષ્ટ્રકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં 12 જિલ્લાનાં 600 કલાકારો ભાગ લેશે

  |   Amrelinews

આજના સમયમાં જ્યારે હજારો વર્ષથી પરંપરાગત રીતે સિદ્ધ થયેલ કસબ-કરામત કે હસ્તકલા સામૂહિક રીતે અદ્રશ્ય થઈ રહ્યાં છે. હાથનાં હુન્નર એકાએક નાશ પામી રહ્યાં છે. માટીનાં રમકડાં, સંઘેડાથી ઉતારેલી લાકડાની ચીજવસ્તુઓ, હવે ભાગ્યે જ જોવા મળે છેજૂનાગઢ રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરનાં ઉપક્રમે અને જૂનાગઢ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી સંચાલીત સૈારાષ્ટ્ર પ્રદેશકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ભવનાથ ખાતે તળપદા કોળી સમાજની વાડી ખાતે પ્રારંભ થઇ છે. આ બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં સૈારાષ્ટ્રનાં જામનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા, જૂનાગઢ રાજકોટ, પોરબંદર જિલ્લાનાં ૬૦૦ જેટલા બાળ કલાકારો ભાગ લઇ રહ્યા છે. ૭ થી ૧૪ વર્ષની ઉભરતી ઉમરનાં કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેશે. ભારતીયની જીવનશૈલી સાથે વણાયેલ આપણી કલાઓ જે જીવનનો જ ભાગ છે,વક્તૃત્વ, નિબંધ લેખન, ચોપાઇ, દોહા, છંદ, લોકવાર્તા, લોકગીત, સમુહગીત, લગ્નગીતો, લોકનૃત્યો, સહિતની ૧૩ જેટલી કૃતિઓ દ્વારા આપણી ગ્રામિણ સંસ્કાર સભર સંસ્કૃતિને બાળ કલાકારો રજૂ કરશે. આ તકે પ્રકાશ સોલંકી અને નાયબ મેયર ગિરિશ કોટેચા મેયર આદ્યાશક્તિબેન મજમુદાર વગેરે હાજર રહ્યા હતાં.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hw5Q5AAA

📲 Get Amreli News on Whatsapp 💬