[anand] - આણંદના કેટલાક સ્થાને ચાર દિન સાંજના પાણી ઉપર કાપ

  |   Anandnews

આણંદ-સોજીત્રા રોડ પર આવેલી 27 લાખ લિટર ક્ષમતાવાળી પાણીની ટાંકીનું રીપેરીંગ કામકાજ હાથ ધરવામાં આવશે. આથી આગામી 21 થી 24 ડિસેમ્બર સુધી સાંજનો પાણીનો પુરવઠો બંધ રહેશે. માત્ર સવારનો પાણી પુરવઠો યથાવત રહેશે.

આણંદ નગર પાલિકાના ચીફ ઓફિસર આર.પી.જોષીએ જણાવ્યું હતુ કે, સોજીત્રા રોડ પર આવેલી પાણીની ટાંકીમાં લીકેજ હોવાથી રીપેરીંગનું કામકાજ હાથ ધરવામાં આવશે. આથી ટી.પી.સ્કીમ નં-2માં આવેલા વ્યાયામ શાળા રોડ, લોટીયા ભાગોળ, જાગનાથ મહાદેવ, રાજ શિવાયલય સિનેમા સહિત અનેક વિસ્તારોમાં સાંજનો પાણીનો પુરવઠો 21મી 24મી ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવશે. વહેલી સવારે એક ટાઇમ પાણી પુરૂ પાડવામાં આવશે.

આઉપરાંત જે વિસ્તારોમાં પાણી ઓછા પ્રેશરથી આવતુ હોય અથવા તો પાણી ન પહોચ્યું હોય તે વિસ્તારોમાં પાણીના ટેન્કરો મોકલવામાં આવશે. જો કે હાલ શિયાળો ચાલી રહ્યો છે. આ ઉપરાંત કમૂર્હતાને લીધે લગ્નો પણ નહી હોવાથી ખાસ તકલીફ પડશે નહી. તો તંગી જણાશે તો પાલિકા દ્વારા ટેન્કર પણ મોકલવામાં આવશે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7_4KfgAA

📲 Get Anand News on Whatsapp 💬