[anand] - આણંદમાં પરિણીતાને દહેજ માટે સળગાવી દેવાની ધમકી

  |   Anandnews

આણંદ શહેરમાં રહેતી એક પરણિતાને તેના પિયરમાંથી સોનાનો દોરો અને રોકડા રૂા. 1 લાખ લાવવાની માંગણી કરી મારઝૂડ કરી શારીરિક-માનિસક ત્રાસ આપી જીવતી સળગાવી દેવાની ધમકી આપતા મહિલા પોલીસે આ મામલે ઘરેલું હિસાની કલમ હેઠળ સાસરીયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા વર્ષાબેનના લગ્ન ત્રણ વર્ષ અગાઉ જ્ઞાતિના રીત રિવાજ મુજબ આણંદ શહેરમાં સાંઈબાબા મંદિર સ્થિત લાંભવેલ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા સત્યપ્રકાશ ભીખાભાઈ ભોઈ સાથે થયા હતા. શરૂઆતમાં પરણિતા સાથે પતિ સહિત સાસરીયાંઓએ સારો વ્યવહાર રાખ્યા બાદ લગ્નના પાંચેક મહિના બાદથી તમામે તેને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ સત્યપ્રકાશ ભીખાભાઈ ભોઈ, સસરા ભીખાભાઈ બાબુભાઈ ભોઈ, નણંદ જ્યોતિબેન વિજયભાઈ ભોઈ, નણંદ ભગવતીબેન વસંતકુમાર ભોઈ, નણંદ હિરલબેન હિતેશકુમાર ભોઈએ ભેગા મળી પરણિતા પાસે પિયરમાંથી સોનાનો દોરો તેમજ રૂા. 1 લાખ લઈ આવવાની માંગણી કરી હતી. તેમણે તેને મારઝુડ કરી જો તે દહેજની માંગ પૂરી નહીં કરે તો સળગાવી દેવાની ધમકી આપી હતી.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/viL4ggAA

📲 Get Anand News on Whatsapp 💬