[anand] - આણંદ APMCમાં ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી

  |   Anandnews

આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય સભા ગુરૂવારના રોજ પ્રમુખ ભરતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં ઉપપ્રમુખ પદ માટે વેપારી વિભાગ અને ખેડૂત વિભાગમાંથી એક- એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. જો કે ભાજપ પ્રેરિત પેનલના સભ્યોએ વેપારી વિભાગના ઉમેદવારને સમજાવીને ફોર્મ પાછુ ખેંચાવતા ખેડૂત વિભાગના ભૂપેન્દ્રભાઇ પટેલની બિનહરીફ વરણી થઇ હતી.

આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં ભાજપ પ્રેરિત પેનલના પ્રમુખ ભરતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગુરૂવારનો રોજ સામાન્ય સભા મળી હતી.જેમાં ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં વેપારી વિભાગમાંથી પરેશભાઇ પટેલ અને ખેડૂત વિભાગમાંથી ભૂપેન્દ્રભાઇ પટેલ(ગામડીવાળા)એ ઉમેદવારી નોંધાવી હતી.તેના કારણે ભારે હોબાળો મચ્યો હતો.ખેડૂત વિભાગના સભ્યો પરેશ પટેલના નામનો વિરોધ કર્યો હતો. જેથી કેટલાંક સભ્યો અને ભાજપના આગેવાનોએ ભેગા મળીને વેપારી વિભાગના પરેશભાઇ સમજાવીને તેમનું ફોર્મ પાછુ ખેંચાવ્યું હતું....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xaSNpwAA

📲 Get Anand News on Whatsapp 💬