[anand] - આંતર ઝોનલ બોક્સિંગ સ્પર્ધામાં એસ.વી.આઇ.ટી. કોલેજના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

  |   Anandnews

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નેજા હેઠળ આલ્ફા કોલેજ ઓફ એન્જિનિયરિંગ દ્વારા નિકોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અમદાવાદ ખાતે આંતર ઝોનલ બોકસીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એસ.વી.આઇ.ટી કોલેજના ખેલાડીઓ સારો દેખાવ કરીને બે વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.

જી.ટી.યુની સ્પર્ધામાં જી.ટી.યુ. સંલગ્ન ગુજરાતભરની કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં કુલ 10 વેઇટ ગૃપમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.વી.આઇ.ટીના ખેલાડી જયરાજકુમાર પરમાર- પ્રથમ (52-56 કિલો) યશકુમાર ચૌહાણ-પ્રથમ (75 -81 કિલો) અને અમન-દતિય (91 + કિલો) સુંદર પ્રદર્શન કરી એસ.વી.આઇ.ટીને ગૌરવ અપાવ્યું હતું. પ્રથમ સ્થાને રહેલા ખેલાડીઓ હવે પછી આંતર યુનિ. સ્પર્ધામાં જી.ટી.યુ.નુ પ્રતિનિધિત્વ કરશે. વિજેતા ખેલાડીને સ્પર્ધામાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/3L0AhgAA

📲 Get Anand News on Whatsapp 💬