[anand] - ઇસુ જન્મનો સંદેશો ફેલાવવા આણંદમાં 50 સાન્તા લાઇવ ગમાણ સાથે 22મીએ પરેડ કરશે

  |   Anandnews

આણંદમાં ડિસ્ટ્રીક્ટ મેથોડિસ્ટ ચર્ચ દ્વારા ત્રણ વર્ષથી યોજાતી સાન્ટા પરેડ આ વર્ષે 22મી ડિસેમ્બરે બપોરે એક કલાકે યોજાશે જેનો મુખ્યહેતુ શહેરીજનોને ઈસુ જન્મનો સંદેશ પાઠવવાનો છે. આ વર્ષે યોજનારી પરેડમાં લાઇવ ગભાણ અને 50 જેટલા સાન્ટા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તો 25મી ડિસેમ્બરથી યોજાનારી નાતાલની ઉજવણીના ભાગરૂપે તૈયારી હાથ ધરાઇ છે.

આણંદ શહેરના મારથોમા, સીએનઆઈ, સાલ્વેશન આર્મી, રોમન કેથલિક, પેન્ટીકોસ્ટલ, બાઈબલ ભવન સહિતના મંડળોના અંદાજે 50 જેટલા સાન્ટા આ પરેડમાં જોડાશે. ચાલુ વર્ષે પરેડનું મુખ્ય આકર્ષણ લાઈવ ગભાણ છે. તેમાં દેવદૂત, ઊંટ, મધર મેરી, યોસેફ, જીસસ ક્રાઈસ્ટ સહિતના પાત્રોને જીવંત કરાશે અને આણંદના શહેરોમાં ફેરવવામાં આવશે. પરેડ મ્યુનિસીપાલટી પ્રાયમરી સ્કુલ નંબર 25થી નીકળશે અને તે 100 ફૂટ રોડ થઈ નવા બસ સ્ટેન્ડ, ગામડીવડ થઈ ગોદી અને ત્યાંથી ગુરૂદ્વારા સર્કલ અને ત્યાંથી શહેરના શાસ્ત્રી મેદાન પાસે સંપન્ન થશે. ડી. જે. બેન્ડ વાજા સહિત સાંસ્કૃતિક પ્રોગ્રામ, ફૂગ્ગા સાથે આકર્ષક ડેકોરેશન સાન્ટા પરેડનું આકર્ષણ રહેશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Xr2UhwAA

📲 Get Anand News on Whatsapp 💬