[anand] - 3 દિવસ પછી શહેરમાં પારો 10 ડિગ્રીથી નીચે જવા વકી

  |   Anandnews

અમદાવાદ | કોલ્ડવેવની અસરોથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નલિયા સહિત રાજ્યનાં 8 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. રાજ્યમાં નલિયા 4.4 ડિગ્રી સાથે કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયું છે.

4.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડું

ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.0 ગગડીને 27.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 3.2 ડિગ્રી ગગડીને 10.5 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદનાં મહત્તમ તાપમાનમાં વધારો થતાં લોકોએ બપોર દરમિયાન ગરમીનો અનુભવ કર્યો હતો. બે દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થતાં ઠંડીથી રાહત રહેશે. પરંતુ, આવતા અઠવાડિયાથી ફરીથી ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિશેષજ્ઞ જણાવે છે કે, આગામી બે દિવસ મહત્તમ-લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રી વધારો થ‌તાં ઠંડીમાં ઘટાડો થશે. પરંતુ, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અઠવાડિયામાં ઠંડીનું જોર વધી શકે છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7GUBvwAA

📲 Get Anand News on Whatsapp 💬