[anand] - GCMMFના મે. ડિરેક્ટર સોઢીને ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’

  |   Anandnews

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે જીસીએમએમએફ (અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીનું ઓલ ઈન્ડિયા ફૂડ પ્રોસેસર્સ એસોસિયેશન (એઆઈએફપીએ) વતી‘લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’થી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવાજીને સન્માન કર્યુ હતું. અમુલ બ્રાન્ડની માલિકી ધરાવતા ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદકો થકી સોઢીએ પ્રતિષ્ઠીત એવોર્ડ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે કેન્દ્વીય મંત્રી હરસિમરત કૌર બાદલ હાજર રહ્યા હતાં

આર.એસ. સોઢીએ એવોર્ડ સ્વીકાર્યા બાદ તેમણે ખેડૂતોના સંગઠનના પ્રયાસોને બિરદાવવા બદલ ઓલ ઈન્ડિયા ફૂડ પ્રોસેસર્સ એસોસિયેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સિમાચિહન હાંસલ કરી શકયા છીએ તેનું કારણ અમારા સ્થાપક ચેરમેન સ્વ. વી.કુરિયન ધ્વારા નિતીમત્તા અને પ્રમાણિકતાનો નાંખવામાં આવેલો પાયો અને સ્વ.ત્રિભુવનદાસ પટેલ ધ્વારા પુરૂ પાડવામાં આવેલ વિઝનરી નેટવર્ક છે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ONe8vgAA

📲 Get Anand News on Whatsapp 💬