[anand] - ICICI બેંક હોમ- કન્ઝ્યુમર લોન વહેંચણી 20% વધારશે

  |   Anandnews

આઇસીઆઇસીઆઈ બેંક નાણાકીય વર્ષ 2018-19માં ગુજરાતમાં હોમ અને કન્ઝ્યુમર લોનનું વિતરણ 20 ટકા વધારીને રૂ. 14,000 કરોડ કરવાનો લક્ષ્યાંક ઘરાવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં બેંક રૂ. 9000 કરોડની હોમ લોન અને રૂ. 5000 કરોડથી વધારેની કન્ઝ્યુમર લોનનું વિતરણ કરશે. બેંક એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે અને આણંદ, ભરુચ અને વાપી જેવા ટિઅર 2 અને 3 જેવા બજારોમાં એની કામગીરી વધારી રહી છે. આઇસીઆઇસીઆઈ બેંકનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનુપ બાગ્ચીએ કહ્યું હતું કે, ગુજરાતમાં હોમ લોન પોર્ટફોલિયોમાં વધારો થયો છે. ટિઅર 2 અને 3 બજારોમાં અમારી કામગીરીમાં વધારો કરવા માટે એફોર્ડેબલ હાઉસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું, ક્રેડિટ પ્રોસેસિંગ સેન્ટરની સંખ્યા 4થી વધારીને 18 કરવી, ‘સ્ટેપ અપ’ હોમ લોન્સ જેવી નવી પ્રોડક્ટ પ્રસ્તુત કરવી તેમજ ટેબ્લેટ અને સ્માર્ટફોર્મ આધારિત એપ્લિકેશન જેવી ટેકનોલોજી સંચાલિત સુવિધાઓનો ઉપયોગ કરવો તથા લોનની વહેંચણી કરવા બેંકની મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો વગેરે સામેલ કરી રહ્યા છીએ. હોમ લોન માટે ગુજરાતમાં વધુ સાત પ્રોસેસિંગ સેન્ટર સ્થાપવા સાથે આ પ્રકારનાં સેન્ટરની સંખ્યા વધી છે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GHoGEQAA

📲 Get Anand News on Whatsapp 💬