[bhavnagar] - તળાજા શાક માર્કેટ રોડના દબાણ હટાવાશે

  |   Bhavnagarnews

આઠ વર્ષથી સતત વિવાદ ચાલતો હતો જે તળાજા નગરપાલીકા દ્વારા ઠરાવ કરીને દુકાનો ઉતારીને ગેરકાયદે દબાણ કરાયું હતું જે અંગે શહેરી વિકાસ વિભાગમાં રજુઆત કરાતા તળાજાની શાકમાર્કેટનાં રસ્તાનાં દબાણને ગાંધીનગરથી હુકમ કરાતા નગરપાલીકાની 13 જગ્યા અને ખાનગી માલિકીની 10 દુકાનને અસર થશે.

તળાજા નગરપાલીકાએ શાકમાર્કેટ પાસેની જાહેર જમીન પર ગેરકાયદેસર ઠરાવ કરીને જગાત છાપરીની જગ્યા અને તેની બાજુમાં ખાનગી માલીકીને વેચાણથી આપેલ અને આજ વિસ્તારમાં ખુદ નગરપાલીકાએ રોડ પર ઉપર નીચે 10 દુકાનો ઉતારીને તેમજ તેની લાઈનમાં અન્ય ખાનગી માલીકે રસ્તાનું દબાણ કરીને બનાવેલ દુકાનો સામે જાહેર જનતાનાં રોડનાં દબાણ દર્શાવી તળાજાનાં વેપારી કમલભાઈ વારૈયાએ કલેકટરને 2010માં દબાણ દૂર કરેલ જે અંગે નગરપાલીકાનાં પાંચ ઠરાવને રદ કરવાનું માન્યું હતું. પરંતુ કોઈ કારણસર દૂર કરવામાં મુશ્કેલી ઉભી થતા અરજદાર કમલભાઈ વારૈયાએ શહેરી વિકાસ વિભાગમાં રજુઆત કરતા તમામ દબાણ કારીને દબાણ દૂર કરવા ઓર્ડર થયો હતો....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/K7fcMAAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬