[bhavnagar] - વલભીપુરના ગામોની પડતર જમીનો ખેતી માટે ઉપયોગી

  |   Bhavnagarnews

વલભીપુર બ્યુરો | 20 ડિસેમ્બર

વલભીપુર અને ભાવનગર તાલુકાનાં ભાલ પંથકમાં આવેલ છેવાડાનાં ગામડાઓની હદ બહાર પડતર જમીનનો ઉપયોગ કરી શકાય તેમ છે.જો આ પડતર જમીનને રેવન્યુ સર્વે નંબર આપી ખેતી લાયક જમીન તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય તેમ છે.

વલભીપુર તાલુકાનાં ઉત્તર -પૂર્વ દિશા તરફ આવેલ માલપરા,દાત્રેટીયા ગામની હદ બહાર તેમજ ભાવનગર તાલુકાના રાજગઢ,મીઠાપર ગામનાં પશ્ચિમ દિશાના સીમાડે હાલનાં રેવન્યુ સર્વે હદ બહાર આશરે 500 એકર કરતા પણ વધારે જમીન કે જે હાલ દરબારી ઢાડ તરીકે ઓળખાય છે. ભાવનગર અને અમદાવાદ જિલ્લાનાં સીમાડા ઉપર માપણી થયા વગરની કોઇપણ રેકર્ડ ઉપર ચડેલ નથી તેવું જાણવા મળે છે. અને આ તમામ જમીન બિન ફળદ્રુપ તરીકે હોવાનું જાહેર થાય છે. આ જમીનમાં ભાલ પ્રદેશની નદીઓનું ચોમાસા દરમ્યાન પાણી ભરાય જાય છે. તેથી આ બિન નંબરી પડતર જમીનની નજીક આવેલ નેશનલ બ્લેક બક(રાષ્ટ્રીય કાળીયાર ઉદ્યાન)માંના કાળીયાર હરણોને પણ ચોમાસા દરમ્યાન મુશ્કેલીમાં મુકી દે છે. ઘણીવાર પશુઓ મોતને ભેટતા હોવાના બનાવો પણ બનેલ છે. જો આ રીતની કામગીરી કરવામાં આવે તો હાલમાં આ બિન ઉપયોગી પડતર વિશાળ જમીન ખેતી માટે ઉપયોગ કરી શકાય તેમ છે. વળી આ જમીન સરકાર દ્વારા જાહેર થયેલ સેઝ માટે નક્કિ કરેલ જમીન ની નજીકમાં આવતી હોય. જમીન ઈકોઝોન માટે રીર્ઝવ રાખવા પાત્ર જમીનમાં તેનો સમાવેશ થાય તે અંગે ગંભિરતા પૂર્વક વિચારવા લાયક છે. અને ઈકો ઝોન 5 કિ.મી.ની ત્રિજયામાં રીર્ઝવ જગ્યામાં આ જમીનનો સમાવેશ થઇ શકે તેમ છે. અને ભવિષ્યમાં આ વિસ્તારમાં આકાર પામનાર પોર્ટ માટે પણ આ જગ્યા ઉપયોગ આવી શકે તેમ છે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2NR9uQAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬