[gujarat] - આવતીકાલથી PM નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

  |   Gujaratnews

પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવખત ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ આવતીકાલ એટલે કે શુક્રવાર અને શનિવારે ગુજરાતના પ્રવાસે છે. તેમને લઇને પીએમઓમાંથી કાર્યક્રમ અપાયો છે. નરેન્દ્ર મોદી ફરીએક વખત વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લઇ રહ્યા છે.

પીએમઓમાંથી જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે, મોદી શુક્રવારે સવારે 7. 50 કલાકે વડોદરા એરપોર્ટ પર ઉતરશે, અને ત્યારબાદ 8 વાગે કેવડિયા ખાતે જવા રવાના થશે. સવારે 8.30 કલાકે તેઓ કેવડિયામાં આગમન થશે અને 8.40 કલાકે ટેંટ સીટી નિવાસ જવા રવાના થશે.

ટેંટ સીટીથી પીએમ મોદી DG કોન્ફરન્સ સ્થાને જઇને લોકોને સંબોધિત કરશે. બીજા દિવસે શનિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 4 સુધી તેઓ ત્યાં હાજરી આપશે. પીએમ શનિવારે સવારે 9.15થી 3.30 સુધી DG કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે 3.45 વાગે કેવડિયા હેલિપેડ જવા રવાના થશે. ત્યારબાદ 4.50 કલાકે PM ગાંધીનગરના અડાલજ ખાતે ત્રિમંદિર પહોંચશે. અને ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધિવેશનમા હાજરી આપશે. અને છેલ્લે સાંજે 6.55 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

ફોટો - http://v.duta.us/daVTlAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/N-uIswAA

📲 Get gujaratnews on Whatsapp 💬