[gujarat] - ચોરી કરતા પહેલા મોબાઇલ પર કોન્ફરન્સ કરી, બાદમાં લઇ ભાગ્યા કરોડોનું…

  |   Gujaratnews

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ જ્વેલર્સ નામના યુનિટમાંથી થયેલી કરોડોની ચોરી મામલે સુરત પોલીસે કુલ પાંચ આરોપીઓને મુંબઈ ખાતેથી ઝડપી પાડયા છે ,જ્યારે કરોડોની ચોરીનો માસ્ટરમાઇન્ડ હજી પણ પોલીસ પકડથી દૂર છે.

કરોડોની ચોરીની આ ઘટનામાં ભાડાની ટેક્સી ચાલકની સતર્કતાના કારણે આ કેસનો ભેદ ઉકેલાયો હતો. જ્યાં આરોપી બુદ્ધિરામની બુદ્ધિશાળી એક ટેક્સી ચાલકની સતર્કતા સામે ફીકી પડી ગઈ હતી. પોલીસે હાલ પાંચ આરોપીઓને ઝડપી પાડી ચોરીનો 75 ટકા મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે અન્ય આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. ચોરીની આ ઘટનામાં મુખ્ય આરોપી બુદ્ધિરામ કિરણ જવેલ્સમાં એક માસ અગાઉ જ નોકરીએ લાગ્યો હતો. જ્યાં દુર્વ્યવહારના કારણે કંપનીએ તેની તગેડી મુક્તા તેણે ચોરીનો આ પ્લાન ઘડી નાખ્યો. જો ટેક્સી ચાલક પાસેથી માહિતી ન મળી હોત, તો પોલીસ હજી પણ હવામાં બાચકા મારતી હોત....

ફોટો - http://v.duta.us/ElYcMwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tRsjrgAA

📲 Get gujaratnews on Whatsapp 💬