[gujarat] - ધર્મના ભાઈ-બહેન વચ્ચે હતો હવસનો ખેલ, આવ્યો કરૂણ અંજામ

  |   Gujaratnews

પ્રેમના નામે રચતા આડા સંબંધો નો કેવો કરૂણ અંજામ આવતો હોય છે એ પ્રતીતિ કરાવતો કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાના પતિને છરીના ઘા ઝીંકી રહેશી નાખ્યો હતો. અને નવાઈની વાત એ છે કે આ નરાધમ પ્રેમીને તેની જ સગી પત્ની અને ભાઈએ હત્યામાં મદદ કરી હતી હાલમાં પોલીસે આ ત્રણેયને ઝડપી લીધા છે પંરતુ કેવી રીતે થઇ હત્યા? શા માટે કરવામાં આવી હત્યા?

પોલીસના જાપ્તામાં દેખાઈ રહેલ આ ત્રણેય ચહેરા ધ્યાનથી જુઓ તેમાં દેખાઈ રહેલ બે પુરુષો પ્રવીણ સોલંકી અને શામજી સોલંકી છે જે બંને સગા ભાઈ છે અને જે સ્ત્રી દેખાઈ રહી છે તે આરોપી પ્રવીણ સોલંકીની પત્ની છે. મોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં રહેતા આ ત્રણેય આરોપીઓની મોરબી પોલીસે કરપીણ હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આરોપીઓએ પાસે જ રહેતા મહેશ રાઠોડ નામના યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નીપજાવી નાખી હતી. આરોપી પ્રવીણ સોલંકીને મૃતક મહેશની પત્ની સાથે આડા સંબંધ હતા અને મહેશને એ વાતની ખબર પડી જતા ગત રાત્રે મૃતક મહેશ પ્રવીણના ઘરે સમજાવવા ગયો હતો ત્યારે પ્રવીણના ઘર પાસે જ મહેશની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. પ્રવીણના ભાઈ શામજી અને પ્રવીણની પત્ની જયશ્રીએ મૃતકને પકડી રાખ્યો હતોને પ્રવીણે ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની આરોપીઓએ કબુલાત પણ આપી હતી....

ફોટો - http://v.duta.us/5QoiCwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/wTkGTAAA

📲 Get gujaratnews on Whatsapp 💬