[gujarat] - રાતોરાત 40 જેટલા ચાઈનીઝ એક્સપર્ટ એન્જીનિયરને ભારતે ચીન તગેડી મૂક્યા, જાણો કેમ

  |   Gujaratnews

દમણ અને દાદરા નગર હવેલીમાં આવેલ પેસિફિક સાયબર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં મોબાઈલ ફોનના મશીનની ટેક્નિકલ ટ્રેનિંગ આપવા આવેલ 40 જેટલા ચાઈનીઝ એક્સપર્ટ એન્જીનિયરને FRRO (Foreigners Regional Registration Office)એ બિઝનેસ વિઝાના નિયમોના ઉલ્લંઘન કરવા બદલ તાત્કાલિક ધોરણે ભારત છોડવા અંગેની નોટીસ ફટકારી, સમગ્ર મામલે નાની દમણ કડેયા પોલીસને તપાસના આદેશ આપતા ઉદ્યોગ જગતમાં અને ભારત ચીનમાં ખળભળાટ મચી ગયો છે.

“મેક ઈન ઈન્ડિયા’ના ભાગરૂપે ચાઈનીસ કંપની પેસિફિક સાયબર ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડે નિષ્ણાંતોને તેમના દમણ અને સેલવાસ પ્લાન્ટની મુલાકાતે મોકલયા હતાં. ત્યારે સેલવાસના અથાલ ખાતે અને દમણના ભીમપોર ખાતેના પ્લાન્ટમાં આવેલ ચાઇનીઝ એક્સપર્ટમાં કેટલાક વર્ક વિઝાને બદલે ટુરિસ્ટ વિઝા પર આવ્યા હોવાનું ધ્યાને આવતા FRRO દ્વારા તાત્કાલિક ધોરણે કંપનીની હેડ ઓફિસમાં નોટીસ બજાવતા કંપનીએ તાત્કાલિક ધોરણે તમામ મોબાઈલ મશીનના એક્સપર્ટને પરત ચીન મોકલી આપ્યા છે. અને કંપની વિરુદ્ધ દમણ પોલીસને તપાસના આદેશ આપ્યા છે....

ફોટો - http://v.duta.us/5WqGeQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HTC57wAA

📲 Get gujaratnews on Whatsapp 💬