[himatnagar] - અરવલ્લી જિ.પં. ના 31 મલ્ટી પર્પજ હેલ્થવર્કરોને છૂટા કરવાના મામલે સામાન્ય સભામાં હોબાળો

  |   Himatnagarnews

અરવલ્લી જિલ્લા પંચાયતમાં આરોગ્ય અને તબીબી વિભાગમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા કમર્ચારીઓને સર્ટી બાબતે છુટા કરાતાં કર્મચારીઓએ જિલ્લા પંચાયતના પદાધિકારીને રજૂઆત કરતાં ગુરુવારે સામાન્ય સભા બોલાવામાં આવી હતી.જેમાં 31 જેટલા હેલ્થ વર્કરોને છૂટા કરાવવા મામલે સામાન્ય સભામાં ભારે હોબાળો મચી ગયો હતો. 31 વર્કરો પૈકી કોર્ટમાં રાવ નાખનાર ચાર કર્મચારીઅોને પરત લેવા હુકમ કરાતાં મામલો વધુ ગંભીર બન્યો હતો.જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા રૂપિયાની લેતી દેતી મામલે હેલ્થ વર્કરોને છુટા કરાયોનો આક્ષેપ કરાતાં પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ચકમક ઝરી હતી.

31 કર્મચારીઓને માન્ય યુનિ.ના સર્ટી નહી હોવાનું જણાવી પંચાયતના જવાબદાર અધિકારી દ્વારા ફરજ મુકત કરવામાં આવ્યા હતા. જોકે આ 31 કમર્ચારીઓ પૈકી 4 કર્મીઓ ન્યાય માટે હાઇકોર્ટમાં રાવ નાખતાં હાઇકોર્ટે સ્ટે આપતાં ચાર કર્મચારીઓને પરત નોકરીમાં લેવામાં આવ્યા હતા.જયારે બાકીના કર્મચારીઓને છૂટા કરાયા હતા. છૂટા કરાયેલા કર્મચારીઓ પાસે ચાર કર્મચારીઓ હાઇકોર્ટમાં ગયા છે તેમની પાસે જે માન્ય યુનિવર્સિટીના સર્ટી છે તે જ સર્ટી તેમની પાસે હોવાથી છુટા કરાયેલા કર્મચારીમાં ભારે આક્રોસ ફાટી નીકળ્યો હતો....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-m9mUwAA

📲 Get Himatnagar News on Whatsapp 💬