[himatnagar] - ખેડબ્રહ્મા હરણાવ નદીના કોઝવેમાં પાથરણાવાળાના કારણે રસ્તો સાંકડો

  |   Himatnagarnews

ખેડબ્રહ્મા હરણાવ નદી ઉપર કોઝવે બનાવવાવમાં આવેલ છે. જેના ઉપર મોટાભાગના રાહદારીઓ ગામમાંથી સ્ટેશનમાં આવવા માટે ઉપયોગ કરે છે. પણ કોઝવેની બન્ને બાજુ પાથરણાવાળા અને લારીવાળા બેસતા હોઈ રસ્તો સાંકડો થઈ જવાના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

કોઝવેની બંને બાજુ પાથરણાવાળા અને લારીઓવાળા વહેલી સવારથી જ જગ્યા રોકી લેતા હોય રાહદારીઓ અને નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત કોઝવેની બંને બાજુ કોઈ રેલિંગ કે આડશ ન હોઈ અકસ્માતનો ભય રહે છે. ખેડબ્રહ્મા પાલિકાએ 14.33 લાખના ખર્ચે બ્લોક લગાવી બે ખુલ્લા પ્લોટ પાથરણાવાળા અને શાકભાજી વાળાને બેસવા બનાવવામાં આવ્યા છે. ત્યાં પાથરણાવાળાઓને ત્યાં ખસેડવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હાલ થાય અને લોકોને પણ એક જ જગ્યાએ બજાર મળી રહે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/oiqO8QAA

📲 Get Himatnagar News on Whatsapp 💬