[himatnagar] - જાલેટી ત્રણ રસ્તા પાસે વાહનની ટક્કરે શિયાળનું બચ્ચું ઘાયલ

  |   Himatnagarnews

વિજયનગરની સીમમાં જાલેટી ત્રણ રસ્તા પાસે બુધવારે સાંજે જંગલમાંથી રસ્તો ભૂલી ગયેલ શિયાળનું બચ્ચુ

વિજયનગર તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન જીવાજી મંગળાજી સંગાથ બુધવારે સાંજે સાત વાગ્યાના સુમારે વિજયનગરથી પોતાના ઘેર ગરાડા અંબા જવા નીકળ્યા હતા. તે દરમિયાન જાલેટી ત્રણ રસ્તા પાસે ઇજાગ્રસ્ત થયેલ શિયાળનું બચ્ચુ ચાલી શકે નહીં તેવી સ્થિતિમાં હોવાથી તેમણે સ્થાનિક મહેબૂબખાન પઠાણને જાણ કરતાં તેમણે પશુદવાખાનાના કર્મચારી નટવરભાઇ પટેલ અને પરીક્ષેત્ર વન અધિકારીને જાણ કરી હતી. જેમાં વેટરનરી અાસીસ્ટન્ટે ઇજાગ્રસ્ત શિયાળના બચ્ચાની તપાસ કરી હતી ગંભીર ઇજાઅો હોવાથી સબડીઅેફઅો યોગેશભાઇની સૂચનાથી ઘાયલ શિયાળના આ બચ્ચાને અમદાવાદ વાઇલ્ડ લાઇફ હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિક્ષેત્ર વનઅધિકારી ન અાવતા જેને લીધે હાજર લોકોમાં રઘુભાઇ રબારી સામે રોષ જોવા મળ્યો હતો.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5sNVNQAA

📲 Get Himatnagar News on Whatsapp 💬