[himatnagar] - મોડાસામાં પરિણીતા પાસે રૂ. 5 લાખ માગી ઘરમાંથી તગેડી મૂકી

  |   Himatnagarnews

મોડાસાની સુન્હરી મસ્જિદ પાસે રહેતી યુવતીના લગ્ન એક વર્ષ અગાઉ શહેરમાં રહેતા અને મખરૂમ હાઇસ્કૂલમાં પ્રાઇવેટ નોકરી કરતા યુવક સાથે મુસ્લિમ શરીયત મુજબ થયા હતા.મહિલાને લગ્નના ટૂંકા સમયાગાળા બાદ સાસરિયાંઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી બાપના ઘરેથી રૂપિયા પાંચ લાખ લઇ આવવા માગણી કરાતાં મહિલાએ સાસરિયાં વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મોડાસા સુન્હરી મસ્જિદ પાસે રહેતા ઇર્શાદ હુસેન મીરજાની દિકરી અલ્ફીનાના લગ્ન એક વર્ષ અગાઉ શહેરની કોલેજ રોડ સામે આવેલા પહાપુડ રોડ પર રહેતા ઇરફાન યુનુસભાઇ કાજી સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. મહિલાને કામ બાબતે અવાર નવાર વાંધા વચકા કાઢી તેને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.જમવા બાબતે તેમજ નાના કારણોમાં વાંક પાડી મહિલાને શારીરીક માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરી બાપના ઘરેથી રૂપિયા 5,00,000 લઇ અાવવા માગણી કરતાં અંતે કંટાળેલી પરણિતાએ પિયરની વાટ પકડી મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ઇરફાન યુનુસભાઇ, યુનુસભાઇ રસુલભાઇ કાજી, અનીસાબાનુ કાજી આશિફભાઇ કાજી અને સોહાના યુનુસભાઇ કાજી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-aQ6AgAA

📲 Get Himatnagar News on Whatsapp 💬