[himatnagar] - વૃક્ષ સાથે બાઇક ટકરાતાં પરવઠ ગામના યુવકનું મોત

  |   Himatnagarnews

ભિલોડાના ટાકાટૂંકા ગામ પાસેથી પસાર થતી બુઢેલી નદીના પુલના છેડે આવેલા વૃક્ષ સાથે બુધવારની રાત્રિ દરમિયાન મોટરસાયકલ ટકરાતાં વિજયનગરના પરવઠના યુવાનનું મોત થયું હતું.

બુઢેલી નદી પાસે આવેલા પુલના છેડેથી વિજયનગર તાલુકાના પરવઠનો યુવાન મોડી સાંજે પસાર થતો હતો. તે દરમિયાન તેણે અચાનક મોટરસાયકલ પરનો કાબુ ગુમાવતાં તે સીધો પુલ પાસે આવેલા વૃક્ષ સાથે ટકરાયો હતો. આ અકસ્માતમાં યુવાનના માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

આ અંગે ભરતભાઇ સુરજીભાઇ ડામોરે ભિલોડા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતનો ભોગ બનનાર અર્જુનભાઇ સુરજીભાઇ ડામોરનું અકસ્માતે મોત થતાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9vk9OQAA

📲 Get Himatnagar News on Whatsapp 💬