[himatnagar] - વિજયનગર પૂર્વ સરપંચના પુત્ર દ્વારા જાહેર રસ્તા પરનું દબાણ હટાવાતું નથી

  |   Himatnagarnews

વિજયનગર પંચાયતના પૂર્વ સરપંચના પુત્ર દ્વારા ઉપલાઘોડિયાથી મોજળીયા વિજયનગર માર્ગ પરના જાહેર રસ્તા પરનું દબાણ નહીં હટાવાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. લોકોએ આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.

ઉપલઘોડિયાના રહીશ અને નિવૃત્ત પોલીસ સબ ઇન્પેકટર દેવાજી લાલાજી પટેલના જણાવ્યા અનુસાર ઉપલાઘોડીયાના વાઘજીભાઈ હીરાજી પટેલ ના ઘરથી વિજયનગર મોજાળિયાને જોડતા એપ્રોચ રસ્તા પર ન્યાયાધિશ નિવાસસ્થાન સુધી આ ગામના સ્થાપના કાળથી રસ્તો હતો. રસ્તાની બંને તરફ વિજયનગર ગ્રામપંચાયતના પૂર્વ સરપંચના પુત્ર મુકેશભાઈ ધુળાભાઈ પટેલની જમીન આવેલી છે. જેમાં મુકેશભાઈ ધુળાભાઈ પટેલને બાદ કરતા તમામે તમામ ખેડૂતોએ આ જમીનમાંથી રસ્તા માટે સંમતિ આપી છે. ધુળાજી પટેલે રસ્તો ખુલ્લો કરવામાં અસંમતિ દર્શાવતા રસ્તાનું કામ ઘોંચ માં પડ્યું હતું. પંચાયત દ્વારા એકતરફ આ રસ્તાનું કામ 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી બનાવવા નક્કી કર્યા બાદ રસ્તાનું દબાણ ખુલ્લું નહીં કરનાર મુકેશ પટેલને છાવરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે. આઠ આઠ ખેડૂતો ના ઘરે જવાનો કોઈ રસ્તોજ નથી ત્યારે ગ્રામ પંચાયત દબાણ દૂર નહીં કરે તો સ્થાનિક ખેડૂતોઅે ઉપવાસ આંદોલન કરવાનો નિર્ણય લીધો છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/o1_7wgAA

📲 Get Himatnagar News on Whatsapp 💬