[himatnagar] - વડાલીમાં કાર લઇને આવેલા બુકાનીધારીઓએ બે ટ્રક ચોરી

  |   Himatnagarnews

વડાલીમાં બુધ- ગુરૂવારની રાત્રિ દરમિયાન સ્વીફ્ટ કાર લઇને અાવેલ ત્રણ બુકાની ધારીઅોઅે વડાલી ધરોઇ માર્ગ પરથી અને વડાલી - ખેડબ્રહ્મા માર્ગ ઉપર શાકમાર્કેટ અાગળથી બે ટ્રકની ચોરી કરતા વડાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વડાલી શહેરના ધરોઈ માર્ગપર સાબર સ્ક્રેપ ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા ઇનાયતભાઈ અબ્દુલહફીઝભાઇ લુહારની ટાટા 1109 ટ્રક નં. જી.જે-02-વી.વી-4964 દુકાનના ગોડાઉન આગળ મૂકી હતી. જે રાત્રિ દરમિયાન ચોરી થઇ જતા ગોડાઉનમાં લગાવેલ CCTV કેમેરા ચકાસતા ત્રણ બુકાનીધારી શખ્સો સ્વીફ્ટ કાર લઈ બુધવારે રાત્રે 2 થી 2:16 દરમિયાન ચોરી કરી પલાયન થતા નજરે પડ્યા હતા. અન્ય બનાવમાં રેવાભાઈ પૂંજાભાઈ સગરે વડાલી -ખેડબ્રહ્મા ધોરીમાર્ગપર આવેલા શાકમાર્કેટ આગળ મુકેલ આઇસર ટ્રક નં. જી.જે-07-વાય.વાય-8081 પણ તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવતા ઇનાયતભાઈની ફરિયાદને અાધારે વડાલી પોલીસે CCTV ફૂટેજ આધારે ત્રણ બુકાનીધારી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-5Qq6AAA

📲 Get Himatnagar News on Whatsapp 💬