[jamnagar] - ખંભાળિયામાં પુત્રના પગારમાં વધારો માગતાં પિતા પર હુમલો

  |   Jamnagarnews

ખંભાળીયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા વૃધ્ધે પોતાના શ્રમીક પુત્રના દૈનિક રોજમાં રૂ.50 વધારો માંગતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ એકસંપ કરી લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ખંભાળીયા તાલુકાના પીર લાખાસર ગામની સીમમાં રહેતા ઈસ્માઇલભાઇ સીદુભાઇ ગજણ (ઉ.વ.60) નામના વૃધ્ધે પોતાના પર લાકડી વડે જીવલેણ હુમલો કરી હાથ,પગ અને ગોઠણના ભાગે ગંભીર ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બશીર હબીબ સુમરા, સીંકદર સીદી સુમરા, આમદ સીંકદર સુમરા અને અસગર સીંકદર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઇજાગ્રસ્ત ઇસ્માઇલભાઇનો પુત્ર ઉંમર સામાવાળા બશીર હબીબ સાથે ખાનગી કંપનીમાં મજુરીકામે જાય છે. જેને રોજપેટે રૂ.300 ચુકવવામાં આવે છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QjLLpgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬