[jamnagar] - જામનગરમાં નાટ્ય સંસ્થાની સિલ્વર જ્યુબિલીની રંગયાત્રા

  |   Jamnagarnews

જામનગરની જાણીતી નાટ્ય સંસ્થા થીયેટર પીપલ દ્વારા સિલ્વર જ્યુબિલીની ઉજવણી નિમિતે રંગયાત્રાનું આયોજન કરાયું છે.

જામનગરના નાટ્યપ્રિય યુવાન વિરલ રાચ્છ અને મિત્રો દ્વારા 25 વર્ષ પહેલા નાટ્ય પ્રવૃતિને વેગ આપવા થીયેટર પીપલ સંસ્થાની સ્થાપના કરી હતી. અઢી દાયકાની આ સફરમાં અનેકવિધ નાટકોની વણઝાર રજૂ કરી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ નામના મેળવી નાટય સંસ્થાએ જામનગરને ગૌરવ અપાવ્યું છે.આટલું જ નહીં શહેરના અનેક કલાકારોને નાટયની તાલીમ આપી કલાકારોને તૈયાર કર્યા છે.થીયેટર પીપલ સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થતાં સંસ્થા દ્વારા રંગયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્થા દ્વારા ચિરાગ મોદી દિગ્દર્શીત નેશનલ એવોર્ડ વિનર અમદાવાદનું નાટક બાબેસ ઇન ધ વુડ સાથો સાથ થીયેટર પીપલની એવોર્ડ વિનર જુની ટીમ વિરલ રાચ્છ,જય વિઠ્ઠલાણી, તરનજીત કૌર, ડો. પસ્મીના જોષી રૂપારેલીયા, પાર્થ સારથી વૈધ દ્વારા એક સરપ્રાઇઝ નાટયની પ્રસ્તુતી કરવામાં આવશે. જયારે ગુજરાતી ચીત્ર જગતના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા સંજય ગોરડીયા દ્વારા નાટય કેફીયત અને કવિ ડો. રઇશ મણીયારની રઇશીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તા. 24 ડીસે.ના રાત્રે 9.30 કલાકે ટાઉનહોલમાં યોજાશે. જેના પાસ વિનામૂલ્યે સિધ્ધિ વિનાયક પ્લાઝા, જી-1, મીગકોલોની ખાતેથી 21 ડીસેમ્બરથી મળશે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pzODzwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬