[jamnagar] - ભાણવડના ખેડૂતોને અછતમાં મળનારી સહાયના ડિસેમ્બર સુધી ફોર્મ સ્વીકારાશે

  |   Jamnagarnews

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અપુરતા વરસાદના લીધે કલ્યાણપુર,દ્વારકા તાલુકાને અચ્છતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.તેમજ ભાણવડ તાલુકાને સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં ખેડુતોને અચ્છતગ્રસ્તમાં મળનારી હેક્ટરદીઠ સહાય મેળળવા ડિસેમ્બર સુધી ફોર્મ સ્વિકારવામાં આવશે.દરેક ખેડુતોએ ગ્રામપંચાયતમાંથી ફોર્મ મેળવી તલાટીમંત્રીને ફોર્મ આપવાના રહેશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાને રાજ્ય સરકાર દ્વારા અચ્છતગ્રસ્ત જાહેર કરી સ્પેશીયલ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં ખેડૂતોને હેક્ટરદીઠ 6300 રૂપિયા સહાય આપવામાં આવશે.તેમજ એક ખેડૂતદીઠ વધુમાં વધુ બે હેક્ટર મુજબની સહાય આપવામાં આવશે.જે ખેડૂતો સહાય મેળવવા ઇચ્છતા હોય તેવા તમામ ખેડૂતોએ તા.31 ડિસેમ્બર સુધી ગ્રામ પંચાયતમાંથી ફોર્મ મેળવી રહેવાના રહેશે.તેમજ જે તે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી સમક્ષ આપવાના રહેશે.કૃષિ ઇનપુટ સહાય અંતર્ગત દરેક ખેડૂતોએ ફોર્મ ફરજિયાત ભરવાના રહેશે.31 ડિસેમ્બર સુધી ફોર્મ મેળવીને ફોર્મ ભરાયા બાદ જ આગામી સમયમાં ખેડૂતોના ખાતમાં પૈસા ચુકવામાં આવશે.ભાણવડ તાલુકા વિકાસ અધિકારીએ તમામ ખેડૂતોને એક યાદીમાં જણાવ્યું છે કે,ડિસેમ્બર માસ પહેલા તમામ પ્રક્રિયા પુર્ણ કરવાની રહેશે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5dvS3QAA

📲 Get Jamnagar News on Whatsapp 💬