[navsari] - છેલ્લા એક મહિનાથી ગામનો કચરો ક્યાં નાખવો તે બાબતે સમસ્યા ઉભી થઇ છે

  |   Navsarinews

ખેરગામ ખાતે યોજાયેલી ગ્રામસભામાં કચરાના નિકાલ મામલે ભારે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. ગામના આગેવાને પંચાયતના હોદ્દેદારોને તમારાથી કચરાના નિકાલ બાબતે કોઈ યોગ્ય નિર્ણય ન લઈ શકાતો હોય તો રાજીનામુ આપી દેવાનું જણાવતા ગ્રામસભાનો માહોલ ગરમાયો હતો.

ખેરગામમાં ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં ઈનચાર્જ સરપંચ ધાર્મિષ્ઠા ભરુચાના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોની પાંખી હાજરી વચ્ચે શરૂ થયેલી ગ્રામસભામાં આરોગ્ય,ખેતીવાડી સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કર્યા બાદ ખેરગામ વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનાથી ગામમાં કચરાનું કલેક્શન બંધ થતાં અને પંચાયત દ્વારા કચરાના નિકાલ બાબતે કોઈપણ નિર્ણય ન આવતા કચરાના નિકાલના મુદ્દે ગ્રામસભામાં ભારે ગરમાગરમી સર્જાઈ હતી.

ખેરગામ ગ્રામ પંચાયતના માજી સરપંચ નટુભાઈ પટેલે કચરાનો નિકાલ એક મહિનો થવા છતાં કેમ લાવી શકાયો નથી. આજે બીજી ગ્રામસભા આવી ગઈ છે છતાં કોઈ નિર્ણય આ‌વ્યો નથી. તેમણે કચરાનો પ્રશ્ન જો હલ થતો ન હોય તો રાજીનામુ આપી દેવા સુધીની વાત કહી દીધી હતી. ગામના નાગરિક સુરેશભાઈ ચૌહાણે પણ કચરાના નિકાલ બાબતે પંચાયત કેમ ઉકેલ લાવતી નથી, જેવી ઉગ્ર દલીલો કરી હતી અને જો પંચાયત કચરા નિકાલની આ સમસ્યાનો ઉકેલ લાવી શકતી ન હોય તો રાજીનામુ આપવા તેમણે પણ કહી દીધું હતું....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RrKVSAAA

📲 Get Navsari News on Whatsapp 💬