[navsari] - નવસારીમાં 7 જિલ્લાના માજી સૈનિકોની રેલી

  |   Navsarinews

નવસારી જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ અધિક નિવાસી કલેક્ટર કે.જે.રાઠોડના અધ્યક્ષસ્થાને કલેક્ટરાલયના સભાખંડ ખાતે માજી સૈનિકો, વોર વેટરનરી, વિધવાઓ તેમજ તેમના વારસદારોના પેન્શન પ્રશ્નો નિકાલ અને શારિરીક તપાસ માટે મેડીકલ કેમ્પના આયોજન અંગે બેઠક યોજાઇ હતી.

બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર કે.જે.રાઠોડે જણાવ્યું હતું કે, આગામી તા.13મી જાન્યુઆરીના રોજ કૃષિ યુનિવર્સિટી ખાતે માજી સૈનિકો અને વિધવાઓ તેમજ તેમના વારસદારોના પેન્શનના પ્રશ્નો સાથે મેડીકલ ચેકઅપ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, તાપી, નર્મદા, આહવા-ડાંગના માજી સૈનિકો, વોર વેટરનરી, વિધવાઓ તેમજ તેમના વારસદારોને લગતા પેન્શન, મેડીકલ તેમજ અન્ય પ્રશ્નોના નિકાલ કરવામાં આવશે. સભા સ્થળે જરૂરી મેડીકલ ચેકઅપ અને અન્ય વ્યવસ્થા અને બહારથી આવતા પૂર્વ સૈનિકોના લાભાર્થીઓને લાવવા-જવા માટે વાહન વ્યવસ્થાનું આયોજન હાથ ધરી જે તે વિભાગને સોપેલ જવાબદારી પુર્ણ કરવા અનુરોધ કર્યો હતો....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Fyz6EAAA

📲 Get Navsari News on Whatsapp 💬