[navsari] - સરપોર(પારડી)માં બિસમાર રોડને નવો બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું

  |   Navsarinews

નવસારી | નવસારી તાલુકાના સરપોર (પારડી) ગામમાં આવેલા મુમ્બાદેવી મંદિરથી બામણી માતાના મંદિર સુધીનો રસ્તો બિસમાર હોય સરપંચ ભરતભાઈ પટેલ તથા ઉપસરપંચ સુમનભાઈ પટેલ દ્વારા વિવિધ કક્ષાએ નવો રસ્તો બનાવવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે રસ્તો બનાવવાની મંજૂરી મળતા નવસારી વિભાગના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. મનુભાઈ સરપોરકર દ્વારા દીપ પ્રાગટ્યવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી તાલુકા ભાજપના પ્રમુખ મુકેશ પટેલ, આજુબાજુના ગામના સરપંચો, સામાજીક કાર્યકરો તથા ગ્રામજનો ઉપસ્થતિ રહ્યા હતા. ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ ગ્રામજનોનો સંપર્ક કરી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો ખ્યાલ આપ્યો હતો. સરપંચ ભરત પટેલ અને મુકેશ આહીરે આભારદર્શન કર્યું હતું....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2iXmdAAA

📲 Get Navsari News on Whatsapp 💬