[palanpur] - આખરે પાલનપુરના એરોમા સર્કલ પરથી હાઇવે ટ્રાફિકની પોલીસ ચોકી તોડી પડાઇ

  |   Palanpurnews

જેની કાગડોળે રાહ જોવાતી હતી તે પાલનપુર એરોમા સર્કલ પરની હાઇવે ટ્રાફીકની પોલીસ ચોકી તોડી પડાઇ છે. અને હવે જીઇબી કચેરી આગળનો બગીચો હટાવી રસ્તો પહોળો કરાશે. નેશનલ હાઇવે ઓથોરિટી અને માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત ઓપરેશન દ્વારા એરોમાં સર્કલનું નવીનીકરણ હાથ ધરાનાર છે.

પાલનપુરના અમદાવાદ હાઇવે ચાર રસ્તા પરના એરોમા સર્કલ ફરતે ભારે ટ્રાફિક જામ રહે છે. પાલનપુરથી ડીસા તરફ, ડીસાથી આબુરોડ કે અમદાવાદ તરફ, અથવા આબુ હાઇવેથી પાલનપુર શહેરમાં પ્રવેશતી વખતે એરોમા સર્કલ પર અવાર-નવાર જામની સ્થિતિ સર્જાય છે. જેને લઇ અવાર-નવાર દિવ્ય ભાસ્કર દ્વારા એરોમા સર્કલની સ્થિતિ અંગેના અહેવાલો રજૂ કરી એરોમા સર્કલ નવીકરણ અંગેના પ્રતિભાવો પણ રજુ કરાયા હતા. જે બાદ જિલ્લા કલેકટર સંદિપ સાગલેએ ગંભીરતા દાખવી અડચણરૂપ દબાણો હટાવી લેવાની ખાતરી આપી હતી અને ગુરુવારે એરોમા સર્કલ પર અડચણરૂપ હાઈવે ટ્રાફીકની પોલીસ ચોકી તોડી પાડવામાં આવી હતી. નેશનલ હાઇવે ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે "આગામી દિવસોમાં આબુ હાઈવેને પહોળો કરવાનો પ્લાન છે. જે અંતર્ગત સર્કિટ હાઉસ સામેની વીજકંપનીની કચેરીનો આગળનો કેટલોક ભાગ તોડી પાલનપુર શહેરમાં પ્રવેશવા ડાબી બાજુની લેન ખાલી રાખવામાં આવશે. જેને લઈ રસ્તાના નવીનીકરણની કામગીરી હાલમાં કરવામાં આવશે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/a0hAIgAA

📲 Get Palanpur News on Whatsapp 💬