[palanpur] - થરાદના કરબુણ પાસેથી 1.52 લાખના દારૂ બે શખ્સો ઝડપાયા

  |   Palanpurnews

થરાદ તાલુકાના કરબુણ ગામ નજીકથી સ્વિફ્ટ ગાડીથી પાયલોટીંગ કરી હોન્ડા સીટી ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી થરાદ પંથકમાં ઘૂસાડતા પોલીસે ઝડપી વિદેશી દારૂ સાથે બે ગાડીઓ તેમજ બે શખ્સોની અટકાયત કરી 5.52 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

રાજસ્થાનમાંથી દારૂ ભરેલી હોન્ડાસીટી ગાડી (એએચ 01 એનએ 8765) અને પાયલોટિંગ કરતી સિફ્ટ ગાડી (જીજે-08 એજે -5985)ના ચાલક વિદેશી દારૂ થરાદ પંથકમાં ઘુસાડી રહ્યા હોવાની બાતમી થરાદ પીઆઇ જે.બી આચાર્યને મળતા પોલીસે કરબુણ ગામથી આજાવાડા જતા રસ્તા ઉપર નાંકાબંધી કરી સ્વિફ્ટ ગાડી તથા હોન્ડા સીટી ગાડીને રોકાવી તપાસ કરતાં જેમાં સ્વિફ્ટ ગાડીના ચાલક દલપતસિંહ સોઢા રહે.ભડવેલ તા.સાંચોર ( રાજસ્થાન )તેમજ હોન્ડા સીટી ગાડીના ચાલક સતીષભાઇ ગંગારામભાઇ પટેલ રહે. હરસડ તા.સુઇગામની અટકાયત કરી હોન્ડા સિટી ગાડીમાંથી દારૂ તથા બિયર ટીનની કુલ બોટલ નંગ-1152 કિ.રૂ.1,52,500નો વિદેશી દારૂ મળી આવતા પોલીસે સ્વિફ્ટ ગાડી કિ.રૂ. 2,00,000 તેમજ હોન્ડા સીટી ગાડી કિ.રૂ. 2,00,000 એમ મળી કુલ રૂ.5,52 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/8vsinQAA

📲 Get Palanpur News on Whatsapp 💬