[palanpur] - ધાણધાના સરપંચે ગૌચરમાં કરેલ દબાણ 7 દી’માં હટાવવા અલ્ટીમેટમ

  |   Palanpurnews

ધાણધા ગામના સરપંચએ ગૌચરમાં દબાણ કરતા પાલનપુર તાલુકા પંચાયતમાં આ મામલે રજૂઆત કરાઈ હતી જે રજૂઆતના પગલે પાલનપુર સરપંચ ને નોટિસ ફટકારતા ચકચાર મચી છે.

ધાણધા ગામના પ્રવીણકુમાર ફલજીભાઇ ચૌધરીએ 25 જુલાઈના રોજ સરપંચ દ્વારા ગૌચર દબાણ કર્યું હોવાની લેખિત રજૂઆત કરી હતી જે બાદ પાલનપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ધાણધા સરપંચને ૫૮૪ સર્વે નંબર વાળુ દબાણ સાત દિવસમાં દૂર કરવા લેખિત નોટિસ પાઠવી હતી આ અંગેની વિગતો આપતા તાલુકા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે સરપંચને ગૌચર દબાણ મામલે સાત દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો તેમ નહીં કરવામાં આવે તો ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57/1 હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં કાર્યવાહી કરવા દરખાસ્ત કરવામાં આવશે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/XRQXwQAA

📲 Get Palanpur News on Whatsapp 💬