[palanpur] - પિલુડા યાર્ડમાં વેપારી એસો.ના પ્રમુખ ઉપપ્રમુખ સહિત સદસ્યોની વરણી

  |   Palanpurnews

થરાદ તાલુકાના પિલુડા માર્કેટયાર્ડમાં વેપારી એસોસિએશનની રચના કરવામાં આવી હતી. જેમાં બે સલાહકાર મળી ૧૩ સદસ્યોની કારોબારી સર્વાનુમતે રચના કરવામાં આવી હતી માર્કેટ યાર્ડમાં ૧૧૫ વેપારી પેઢીઓ અને આધુનિક સુવિધાઓ ધરાવતા બનાસ એગ્રો માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એલએલપી સંચાલિત ગોકુલ એગ્રો માર્કેટ ગત ફેબ્રુઆરીમાં ઉદ્ઘાટન થયું હતું જેના વેપારીઓની બુધવારે માર્કેટયાર્ડના મિટીંગ હોલમાં બેઠક મળી હતી .

જેમાં સૌ પ્રથમ વખત વેપારી એસોસિએશનની રચના કરવામાં આવી હતી આ બેઠકમાં પ્રમુખ તરીકે ડામરાજી પટેલ (ગજાનંદ ટ્રેડિંગ) ઉપપ્રમુખ દેવરાજભાઇ રાજપૂત (બ્રહ્માણી ટ્રેડિંગ ) ઉપપ્રમુખ વાસુદેવ વ્યાસ (નરેશ કુમાર વાસુદેવ) મંત્રી ઠાકરસીભાઇ રબારી (દ્વારકાધીશ ટ્રેડિંગ) અને કારોબારી સદસ્ય તરીકે જયંતીલાલ માહેશ્વરી (માહેશ્વરી ટ્રેડીંગ) રગાભાઇ પટેલ (નીલકંઠ ટ્રેડિંગ) ડાયાભાઈ ઠાકોર (સદારામ ટ્રેડિંગ) વિક્રમસીહ દરબાર (હરિહર ટ્રેડિંગ) મસરાભાઇ પટેલ (શ્રીજી ટ્રેડિંગ) હીરાભાઇ રબારી (ધરણીધર ટ્રેડર્સ) દશરથભાઈ જોષી (સંતોષ કોર્પોરેશન) અને ખાસ સલાહકાર તરીકે રામજીભાઇ રાજપૂત અને મોંગીલાલ પટેલની બે વર્ષની મુદત માટે વરણી કરવામાં આવી હતી.માર્કેટના સદસ્યોએ નવા હોદ્દેદારોના મોં મીઠા કરાવી તેમને આવકાર્યા હતા.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PMsZfAAA

📲 Get Palanpur News on Whatsapp 💬