[patan] - આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા માંગ

  |   Patannews

પંચાયત સેવા હેઠળના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રના કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર સમક્ષ માંગ કરી હતી.

પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ કર્મચારીઓ ગણી ટેકનીકલ પગાર ધોરણ આપવા, રાજ્ય સેવાની જેમ ત્રિસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવા, આરોગ્ય કર્મચારીઓને 0 કિમીએ પી.ટી.એ.આપવા, તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઇઝરની જગ્યાઓ અપગ્રેડ કરવા, મેલેરિયા સુપરવાઇઝર અને લેબટેકનીશીયનને જિલ્લા મેલેરિયા અધિકારી તરીકે બઢતી આપવા, જિલ્લા કક્ષાની સુપરવાઇઝરને ખાલી જગ્યાઓ બઢતી આપી ભરવા સહિતના 10 પડતર પ્રશ્નો બાબતે આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરેલી છે પરંતુ સરકાર દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો કોઈ નિરાકરણ કર્યો ન હોવાથી કર્મચારીઓમાં અસંતોષની લાગણી વ્યાપી છે ગુરુવારે આરોગ્ય કર્મચારી મહાસંઘ પાટણ દ્વારા પાટણ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના ચીટનીશ તેમજ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી આરોગ્યના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણની માગ કરી હતી.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/eelM8AAA

📲 Get Patan News on Whatsapp 💬