[patan] - કેનાલમાં પાણી ન મળતાં સુઇગામના 4 ગામના 60 ખેડૂતોની ભૂખ હડતાળ

  |   Patannews

સુઇગામ | સુઇગામના છેવાડાના ગામોમાં કેનાલમાં પૂરતું પાણી મળતું ન હોઈ પાણી માટે ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા છતાં રડોસણ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી નહિ મળતાં ગુરુવારે ચાર ગામના 60 ઉપરાંત ખેડૂતો સુઇગામ પ્રાંત કચેરી એ અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેસી જતાં તંત્ર દોડતું થઈ ગયું હતું.જેના પગલે દોડી આવેલા નર્મદા વિભાગના અધિકારીએ ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તેવી લેખિત બાંહેધરી આપતાં સાંજે ખેડૂતોએ ભૂખ હડતાળ સમેટી લેતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

નર્મદા વિભાગ દ્વારા લેખિત બાંહેધરી અાપતા ખેડૂતોએ ભૂખ હડતાળ સમેટી લીધી

સુઇગામ તાલુકાના છેવાડાના સરહદી ગામોમાં કેનાલોમાં પાણી નહિ મળવાને કારણે ખેડૂતો ને દુષ્કાળમાં અધિક માસની જેવી સ્થિતિ બની છે, જેમાં રડોસણ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં છેવાડાના ગામો રડોસણ, મેઘપુરા,ગોલપ,અને પાડણ સુધી પાણી પહોંચતું ન હોઈ ખેડૂતો દ્વારા વારંવાર સુઇગામ પ્રાંત કલેકટરને લેખિત આવેદનપત્ર આપવા છતાં પાણી મળતું નથી કંટાળેલા ખેડૂતોએ આખરે તંત્ર સામે ગુરુવારે ભૂખ હળતાળનું શસ્ત્ર ઉગામતાં નર્મદા વિભાગમાં દોડધામ મચી ગઇ હતી,જેના પગલે સુઇગામ ખાતે દોડી આવેલા નર્મદાના એસ.ઓ.વી.એમ.ચૌધરીએ ઉપરી અધિકારી ની સૂચનાથી રડોસણ ડિસ્ટ્રીબ્યુટર કેનાલના છેવાડા સુધી પાણી પહોંચે તેવી લેખિત બાંહેધરી આપતાં ખેડૂતોએ હડતાળ સમેટી લીધી હતી....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6W1hBQAA

📲 Get Patan News on Whatsapp 💬