[patan] - પાટણ | જિલ્લા ટૉબેકોં કંટ્રોલ સેલ પાટણ દ્વારા તાલુકા સેવા

  |   Patannews

પાટણ | જિલ્લા ટૉબેકોં કંટ્રોલ સેલ પાટણ દ્વારા તાલુકા સેવા સદન શંખેશ્વર ખાતે પીઆરઆઇનો તાલુકા હેલ્થ ઓફીસર ડૉ .સુરેન્દ્રસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને વ્યસન મુક્તિ ટીબી આરોગ્યલક્ષી સરકારી યોજનાઓ અંગે વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ પાટણના સોશ્યલ વર્કર મહેશ સોલંકી દ્વારા તમાકુ કે તમાકુની બનાવટોના સેવનથી થતી શારીરિક, માનસિક, અને આર્થિક અસરો અંગે તેમજ તમાકુ નિયંત્રણ અઘીનીયમ-૨૦૦૩ ના કાયદાની કલમો અંગે અને વ્યસન મુકત બનવા માટે વિકલ્પો સમજાવી પીપીટી દ્વારા વિસ્તુત માહિતિ આપી હતી. પીઆરઅાઇ ના સભ્યો વ્યસનથી દૂર રહી પોતાનું આરોગ્ય સાચવે તે માટે તેમજ પોતાની ઓફીસ અને ગામ તમાકુ મુકત અને સ્વરછ રહે તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ વર્કશોપમાં તાલુકા ટીબી સુપરવાઈજર પ્રકાશભાઇ/મનોજભાઈ વ્યાસ દ્વારા ટીબી થી બચવા અને શંખેશ્વર તાલુકાને માર્ચ 2019 સુધીમાં ટીબી મુકત બનાવવા માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું. આ વર્કશોપમાં સરપંચ, તલાટી-મંત્રી તેમજ ડેલીકેટ સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/hjpiOAAA

📲 Get Patan News on Whatsapp 💬