[patan] - મુખ્યમંત્રી, ધારાસભ્યોને પગાર અપાય તો સરપંચોને કેમ નહીં

  |   Patannews

પાટણ તાલુકાના ગામડાઓના સરપંચોને માસિક પગાર અને ટીએડીએ આપવા માટે પાટણ તાલુકાના સરપંચોએ પાટણ કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.

પાટણ તાલુકાના સરપંચોએ આનંદ પટેલ સમક્ષ રજૂઆત કરી કે તેઓ ગામોમાં સરપંચ તરીકે સેવાઓ આપે છે અને તેમને તેમના વિસ્તારની કામગીરી માટે અવાર-નવાર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ વહીવટી કામગીરી માટે કચેરીઓની મુલાકાત લેવી પડે છે ત્યારે આ તમામ ખર્ચાઓને પહોંચી વળવા માટે સરપંચોને માસિક પગાર અને ટીએડીએ આપવા માટે સરકાર સુધી માગણી પહોંચાડવા માટેની રજૂઆત કરી હતી.

સરપંચોએ જણાવ્યું કે મુખ્યમંત્રી ધારાસભ્યો સહિતના પ્રજાના પ્રતિનિધિઓને સરકાર પગાર આપે છે ત્યારે સરપંચ પણ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે તો સરપંચોને કેમ પગાર આપતો નથી ત્યારે આ બાબતે યોગ્ય નિર્ણય નહી લેવાય તો આગામી દિવસોમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે સરપંચો જશે તેમ છતાં ઉકેલ નહી આવે તો આંદોલનાત્મક ભૂમિકા ભજવવી પડશે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/S0DLLgAA

📲 Get Patan News on Whatsapp 💬