[patan] - શંખેશ્વરમાં જૈનાચાર્ય સુબોધસુરીશ્વરજી મહારાજાની ગુણનુંવાદ સભા યોજાઈ

  |   Patannews

જૈનતીર્થ શંખેશ્વર ખાતે ગુરુવારે પૂ.આચાર્યદેવ સુબોધસુરીશ્વરજી મહારાજાની 28મી સ્વર્ગરોહણ તિથિ કચ્છ કોડાયરત્ન પૂ.મુનિરાજ વિદ્યાચંદ્ર વિજયજી મ.સા.ની પાવન નિશ્રામાં તેમજ કચ્છ, મુંબઇ, રાજસ્થાન, અમદાવાદથી આવેલ વિશાળ ગુરુભક્તોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવી હતી.

તિથિ મહોત્સવ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવના અંતિમ દીને પૂ.આચાર્યદેવ શ્રી સુબોધસુરીશ્વરજી મહારાજાની 28 મી પુણ્યતિથિ હોવાથી વહેલી સવારે શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ 108 ભક્તિ વિહાર ખાતે વિશાળ ગુણાનુંવાદ સભા યોજાઇ હતી. જેમાં ગુરુદેવના ગુણગાન અને વ્યાખ્યાન યોજાયું હતું, તિથિ પ્રસંગે ગરીબોને અનાજ તેમજ હજારો ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. દેરાસરમાં પ્રભુ ભક્તિ, પૂજન અને ભવ્ય આંગી રચી હતી.

શંખેશ્વર માં જૈનચાર્યની ગુણાનું વાદ સભા યોજાઈ.તસવીર-સુરેશ જોષી...

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ueQNXgAA

📲 Get Patan News on Whatsapp 💬