[patan] - સરસ્વતી તાલુકાના અમરપુરા પાસે ઉંટવાડા રોડ પર પસાર થતી

  |   Patannews

સરસ્વતી તાલુકાના અમરપુરા પાસે ઉંટવાડા રોડ પર પસાર થતી દાંતીવાડા જળાશય યોજનાની સિંચાઇ કેનાલની ઉપર સાંકળા નાળા પર વારંવાર અકસ્માત સર્જાતા જેને લઈ આ વિસ્તાર ત્રણ ગામના લોકો નાળંુ પહોળંુ કરવાની માંગ સાથે પાટણ કલેકટક કચેરી ખાતે આવ્યા હતા.

સરસ્વતી તાલુકાના ભાટસણથી ગઢ રોડ ઉપર અમરપુરા પાસે ઉંટવાડા રોડ પર આવેલ સિંચાઇ કેનાલના નાળા પહોળુ કરવા માટે અગાઉ તાલુકા જિલ્લા સ્વાગત રજુઆત કરેલ છે પરંતુ આજદિન સુધી નિકાલ ન આવતા અમરાપુરા, વહાણા અને ઉંટવાડા ગ્રામજનો ગુરૂવારે કલેકટર કચેરી ખાતે લેખિત રજુઆત કરી હતી. નાળુ સાંકડુ હોવાના કારણ વારંવાર અકસ્માત સર્જાતા નાળા રસ્તો પહોળો કરવા માંગ કરી હતી જો તેનો યોગ્ય નિકાલ નહિ આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.આ રજુઆતમાં અબ્દુલ રહેમાન સુલેમાન સૂલ્લિયા, ઠાકોર સજનબેન મણાજી , ઠાકોર તેજીબેન વીરભણજી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ryp3FgAA

📲 Get Patan News on Whatsapp 💬