[porbandar] - આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવો

  |   Porbandarnews

પોરબંદરના કેશુભાઈ પરમારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરી હતી કે જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓના વિવિધ પ્રશ્નો પેન્ડીંગ પડ્યા છે. જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગામડે ગામડે અને ઘરેઘરે ફરીને લાભાર્થીઓની મુલાકાત લઈ વિવિધલક્ષી આરોગ્યની તમામ સેવાઓ પૂરી પાડી રહ્યા છે. નિષ્ઠાપૂર્વક સેવાભાવનાથી પ્રમાણિકપણે ફરજ બજાવી રહ્યા છે ત્યારે કર્મચારીઓના હક્ક-હિતના મહત્વપૂર્ણ, વહીવટી નીતિવિષયક પ્રશ્નોના નિરાકરણ માટે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. આ અંગે વધુ એક વખત કલેક્ટરને રજૂઆત કરાઈ હતી અને તાત્કાલીક ધોરણે આરોગ્ય વિભાગના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચિમકી ઉચ્ચારાઈ હતી.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NP-uygAA

📲 Get Porbandar News on Whatsapp 💬