[porbandar] - કુછડી ખાતે બંદરનું નવનિર્માણ કરાશે તો લોકોની મુશ્કેલી વધશે

  |   Porbandarnews

પોરબંદરમાં નગરપાલિકાના કાઉન્સીલર તથા જિલ્લા ભાજપ ફિશરીઝ સેલના પૂર્વ કન્વીનર વિશાલભાઈ બાબુલાલ મઢવીએ એવી રજૂઆત કરી હતી કે પોરબંદરથી 10 કિલોમીટર દૂર આવેલા કુછડી ખાતે બંદરનું નવનિર્માણ કરવામાં આવશે તો માછીમારોના ધંધા સાથે સંકળાયેલા તમામ લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડશે.

માત્ર 200-300 રૂપીયા જેટલું રોજ પાડતા હોય તેવા કામદારોને પણ 10 કિલોમીટરનું અંતર કાપવું પડશે અને આ અંતર કાપવા પાછળ સમયનો વેડફાટ તેમજ અવરજવર માટેના ભાડાના ખર્ચાઓ માથે પડશે. ઉપરાંત માછીમારીના વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે માલસામાનનું પરિવહન સહિત ટ્રાન્સપોર્ટીંગના ખર્ચાઓ પણ પરવડશે નહીં. આવકની દ્રષ્ટિએ જોઈએ તો બોટ માલિકો અને માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને કોઈ પ્રકારનો વધારો ન થતો હોય જેની સરખામણીમાં ખર્ચામાં વધારો થશે જેથી જે સ્થળે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ તમામ લોકોની માંગ છે તે સ્થળે એટલે કે જુના બંદર નજીક જ માપલાવાળી તથા લકડી બંદર વિસ્તારમાં ફિશરીઝ હાર્બર ફેઈઝ-2 બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. વધુમાં તેઓએ એવું પણ જણાવ્યું હતું કે સમસ્ત ખારવા જ્ઞાતિના પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ ને પણ સમર્થન આપું છું અને ખારવા જ્ઞાતિ તથા માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ તમામ લોકોના હિતમાં કોઈપણ પ્રકારનું કામ હોય તો જાહેરમાં સહકાર આપવા અંગે રજૂઆત કરી હતી.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/KbexoQAA

📲 Get Porbandar News on Whatsapp 💬