[porbandar] - ભારતીય નૌકાદળ દ્વારા પોરબંદરમાં 22 ડિસે.એ યુદ્ધ જહાજો ખુલ્લા મૂકાશે

  |   Porbandarnews

ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થયું હોવાને 47 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. 1971 માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હોય અને આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાન સામે જીત મેળવી ભવ્ય જશ્ન મનાવ્યું હતું.

ભારતીય નૌકાદળ દ્વારા દર વર્ષે 4 ડીસેમ્બરે નેવી ડે ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નેવી ડે ની ઉજવણીના ભાગરૂપે ભારતીય નૌકાદળ દ્વારા 22 ડીસેમ્બરના રોજ શીપ્સ-ઓપન ટુ વિઝીટર્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે ભારતીય યુદ્ધપોત એક ફ્રીગેડ અને એક ઓફશોર પેટ્રોલ વેસેલ 22 ડીસેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પોરબંદરના પોર્ટ પર મુલાકાતીઓ માટે ખૂલ્લું રખાશે. પોરબંદર પંથકમાં વસવાટ કરતા ભારતીય નાગરીકોને આ જહાજની મુલાકાત લેવાનો ઘરઆંગણે અવસર મળી રહ્યો છે. આ યુદ્ધ જહાજની મુલાકાત લેવા માટે જરૂરી આધાર-પુરાવાઓ સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જહાજની મુલાકાત સમયે કેમેરા કે ફોટો લેવાની સખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે. આ જહાજોની ભારતીય નાગરીકોને મુલાકાત લેવા અનુરોધ કરાયો હતો.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0UVl0QAA

📲 Get Porbandar News on Whatsapp 💬