[rajkot] - તે સમયે કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા બાવળિયાએ ભરત બોઘરાને 9277 મતે હરાવ્યા હતા, આ વખતે બાવળિયા ભાજપના ઉમેદવાર

  |   Rajkotnews

જસદણની પેટા ચૂંટણીમાં કડકડતી ઠંડી વચ્ચે સવારથી જ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના બૂથો પર મોટી સંખ્યામાં મતદારો ઊમટી પડતાં સાંજ સુધીમાં 71.27 ટકા મતદાન થયું હતું. આ પેટાચૂંટણીમાં ભારે મતદાન થતા બન્ને પક્ષો પોતપોતાના ઉમેદવારોનો ભવ્ય વિજય થશે તેવી આશા સાથે મતદાન પૂરું થયા બાદ સૂત્રોચ્ચાર કરી વિજયોત્સવ મનાવ્યો હતો. ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓએ ઈવીએમ મશીન સીલ કરી જસદણની મોડેલ સ્કૂલમાં સુરક્ષા વચ્ચે મોકલી આપી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મત ગણતરી 23 ડિસેમ્બરે થશે ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થશે. ...અનુસંધાન પાના નં.11 (િવસ્તૃત અહેવાલ રાજકોટ સિટી ફ્રંટ પેજ પર)

દિવસ દરમિયાન ગામડાંઓમાં ખેડૂતોએ જણસના ભાવ નહીં મળવાથી નવતર વિરોધ કર્યો હતો. દિવસભર ઉત્સાહભેર મતદાનની સાથેસાથે રાજકીય આગેવાનોએ ચૂંટણી પંચના કોલસેન્ટરમાં 42 ફરિયાદો નોંધાવી હતી. વીંછિયા પંથકમાં થયેલું 70 ટકાથી વધુનું મતદાન હારજીત નક્કી કરશે. જે ઉમેદવારની વીંછિયામાં ફતેહ થશે તે વિધાનસભામાં સ્થાન મેળવશે. કડકડતી ઠંડી વચ્ચે પણ મતદારોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો. સવારથી સાંજ સુધી મતદાનમાં ભારે ગરમાવો રહ્યો હતો....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/I-cZKAAA

📲 Get Rajkot News on Whatsapp 💬