[rajkot] - પુત્રીના જન્મદિનની પાર્ટી આપીને પરત ફરતા શિક્ષક પિતાનું અકસ્માતમાં મોત

  |   Rajkotnews

ભાવનગર હાઇવે પર મહિકા ગામના પુલ નજીક બુધવારની રાત્રે સ્કોર્પિયો કાર પચ્ચીસ ફૂટ ઊંડા ખાડામાં ખાબકતાં મૂળ ચોટીલાના અને હાલ દૂધસાગર રોડ, અલિફ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રીમિયર સ્કૂલના શિક્ષક પ્રશાંતભાઇ દિલાવરખાન પંજવાણી નામના યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં રહેલા ફિરોઝભાઇ અશરફભાઇ ચૌહાણ, અર્જુનભાઇ મનસુખભાઇ આહીર, પોલીસમેન હિતેષગીરી શાંતિગીરી ગોસ્વામી અને મહેશભાઇ નામના યુવાનોને ઇજા થઇ હતી. અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનની પુત્રીના જન્મદિવસની મિત્રોને જમણવારની પાર્ટી આપી તમામ લોકો રાજકોટ પરત ફરી રહ્યાં હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો.

મળતી વિગત મુજબ, શિક્ષક પ્રશાંતભાઇની પુત્રીનો જન્મદિવસ હોય મિત્રોને લઇ કારમાં ઠેબચડા ગામે મિત્રના ફાર્મહાઉસ પર પ્રશાંતભાઇ જમવા લઇ ગયા હતા. દરમિયાન પાંચેય મિત્રો જમીને પરત સ્કોર્પિયોમાં પરત રાજકોટ આવી રહ્યાં હતા....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gctEzwAA

📲 Get Rajkot News on Whatsapp 💬