[rajkot] - રાજકોટ | જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગુરુવારે મતદાન દરમિયાન

  |   Rajkotnews

રાજકોટ | જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગુરુવારે મતદાન દરમિયાન અનેક નાના-મોટા છમકલાઓ બન્યા હતા અને તેમાં મતદાન દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ સરકારના કેબિનેટ મંત્રી અને ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયાએ મોઢુકા ગામના એક અગ્રણીને ફેસબુકમાં ફોટો મૂકવા બાબતે ફોન પર બીભત્સ કહી શકાય તેવી ભાષામાં ધમકી આપ્યાની ઘટના બાબતે બાવળિયા સામે તપાસ કરવા સીઇઓએ જિલ્લા ચૂંટણી તંત્રને આદેશ કર્યો છે. આ તપાસ જસદણની વીડિયો વ્યૂઇંગ ટીમે હાથ ધરી છે. અત્રે નોંધનીય છેકે, કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ પૂર્વ સરપંચ સાથે પૈસાની લેવડ દેવડની વાત કરી તે બાબતે ભાજપની ફરિયાદ બાદ કગથરા સામે ત્વરિત પગલાં લેવાયા હતા ત્યારે કેબિનેટ મંત્રી બાવળિયાએ તો રીતસર ધમકીની ભાષા વાપરી છે ત્યારે ચૂંટણી આયોગ અને પોલીસ તંત્ર બંધારણ મુજબ કામ કરી કગથરા સામે જેટલી ત્વરિત ગતિએ પગલાં લીધા તેટલી જ ઝડપથી બાવળિયા સામે પગલાં લેશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે. જસદણમાં મતદાન દરમિયાન બપોર બાદ કુંવરજીભાઇ બાવળિયાએ મોઢુકા ગામના રાજુ જાદવ નામના એક અગ્રણીને ગર્ભિત શબ્દોમાં ધમકી આપી હતી કે, ‘દોરાથી સીવી લઇશ’ આ વાતચીત બાબતે ગાંધીનગર ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર(સીઇઓ)ને કોંગ્રેસના કાર્યકર જી.પી.રામાણીએ ફરિયાદ કરતા રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રને ઓડિયો ક્લિપની તપાસના આદેશ કરવામાં આવ્યા હતા.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_9xdpgAA

📲 Get Rajkot News on Whatsapp 💬