[rajkot] - 15 દી’ પહેલા ચા-ખાંડ લેવા નીકળેલો તરુણ ભેદી રીતે લાપતા

  |   Rajkotnews

શહેરના કુબલિયાપરા, બાપા સિતારામનગર-5માં રહેતો 13 વર્ષનો અજય ઉર્ફે સમોસો મનસુખભાઇ રાઠોડ નામનો તરુણ ભેદી રીતે ગુમ થયાના પંદર દિવસ પછી પણ કોઇ ભાળ નહીં મળતાં મામલો અંતે પોલીસમાં પહોંચ્યો છે. આ અંગે લાપતા તરુણના ભાઇ અનિલે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજ્યભરના 112 ગુમ થયેલા બાળકોની યાદી મગાવી

શહેરની આજી નદીના વહેતા પાણીમાંથી એક બાળકનું વાઢી દેવાયેલું માથું મળી આવ્યા બાદ પોલીસે તપાસનાં પ્રારંભે શહેર તેમજ રાજ્યભરમાંથી ગુમ થયેલા કુલ 112 બાળકોની યાદી મેળવી હતી, તેમજ શહેરના ચાર ગુમશુદા બાળકોની પણ યાદી મળી હોય તે દિશામાં તપાસ હાથ ધરી છે.

શહેરમાં 1000થી વધુ પોસ્ટર લગાડાયા

રાજકોટ પોલીસ માટે પડકારરૂપ બનાવનો ભેદ ઉકેલવા માટે ઊંધામાથે થઇ છે. ત્યારે હાથ લાગેલું બાળકના વાઢેલા માથાવાળી તસવીરવાળા પોસ્ટર તૈયાર કરી શહેરના વિવિધ એક હજાર સ્થળોએ લગાડી બનાવ અંગેની કોઇને માહિતી હોય તો શહેર પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GP5efAAA

📲 Get Rajkot News on Whatsapp 💬