[surat] - ઇવનિંગ ફ્લાઇટના સમયને લઇ સુરત એરપોર્ટ ઓથોરિટી પરેશાન

  |   Suratnews

ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | સુરત

એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટની ઇવનિંગ ફ્લાઇટો મોડી આવતા સુરત એરપોર્ટ ઓથોરિટી પરેશાન છે. સાંજે 9.30 કલાક પછી એક્સપાન્શનનું કામ શરૂ થાય છે બાદ ફ્લાઇટો મોડી આવતા પેસેન્જરોને તો તકલીફ પડે છે, સાથે સુરત એરપોર્ટ ઓથોરિટીને પણ તકલીફ હોવાથી એરપોર્ટ ડાયરેક્ટર એસ. કે. પાણીગ્રાહીએ એરલાઇન્સને ફરિયાદ કરી છે.

હાલમાં સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના ફર્સ્ટ ફ્લોરને મોટુ કરવાનું કામ પૂર જોરશોરથી ચાલી રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી એર ઇન્ડિયાની અને સ્પાઇસ જેટની ઇવનિંગ ફ્લાઇટો ખુબ મોડી આવી રહી છે. પેસેન્જરોને તો હેરાન થવું જ પડે છે, સાથે એરપોર્ટ ઓથોરિટી પણ પરેશાન થઇ રહી છે. હાલ રાત્રે 9.30 કલાક પછી ટર્મિનલ બિલ્ડિંગ ફર્સ્ટ ફ્લોરનું એક્સપાન્શનનું કામ ચાલે છે. ફ્લાઇટનો રૂટિન સમય સાંજે 7થી 8.30નો છે. ફ્લાઇટ આ ટાઇમ પછી આવતી હોવાથી પેસેન્જરો ટર્મિનલ બિલ્ડિંગમાં આવતા ફર્સ્ટ ફ્લોરનું કામ અટકાવવું પડે છે. આમ સુરત એરપોર્ટ ડાયરેક્ટ એસ. કે. પાણીગ્રાહીએ સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયાને લેખિતમાં ફરિયાદ કરીને ટાઇમ ટુ ટાઇમ ફ્લાઇટ એરપોર્ટ પર લેન્ડ થાય તેવું કહ્યું છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/SfppbAEA

📲 Get Surat News on Whatsapp 💬